Advertisement

મોંઘવારીનો ડબલ ઝટકો: યુદ્ધની અસરથી ACથી લઈને દૂધ-પાણી સુધી બધું જ થશે મોંઘું

મોંઘવારીનો ડબલ ઝટકો: યુદ્ધની અસરથી ACથી લઈને દૂધ-પાણી સુધી બધું જ થશે મોંઘું

1. ઇલેક્ટ્રોનિક્સ (AC, ફ્રીજ, વોશિંગ મશીન)
Godrej Appliances જેવી કંપનીઓ દ્વારા 5% થી 10% સુધી ભાવ વધારો કરવામાં આવશે, જેના કારણે ઉનાળામાં AC ખરીદવું મોંઘું પડશે.

2. પીવાનું પાણી (Bisleri)
Bisleriએ બોટલવાળા પાણીના ભાવમાં 11% સુધી વધારો કર્યો છે, જે સીધી અસર સામાન્ય લોકો પર પડશે.

3. ટીવી અને ઇલેક્ટ્રોનિક્સ સામાન
ચિપ્સ અને કાચા માલના ભાવ વધવાથી TVના ભાવમાં 1-2% વધારો થવાનો છે.

4. હોમ ઇન્ટીરિયર અને ફર્નિચર
DesignCafe જેવી કંપનીઓ દ્વારા 10% થી 15% સુધી ભાવ વધારો થવાનો છે, જેથી ઘર સજાવવું વધુ ખર્ચાળ બનશે.

5. હવાઈ મુસાફરી (Airlines)
Air India અને Indigo જેવી એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જ લગાવતા ફ્લાઈટ ટિકિટ મોંઘી બનશે.

6. લૉન્ડ્રી અને સર્વિસ ખર્ચ
ગેસ અને વીજળી મોંઘી થતા ડ્રાયક્લીન અને કપડાં ધોવાના ચાર્જમાં વધારો જોવા મળશે.

7. FMCG વસ્તુઓ (દૈનિક ઉપયોગની ચીજો)
Britannia અને Rasna જેવી કંપનીઓ પેકેજિંગ ખર્ચ વધતા MRP વધારવાની તૈયારીમાં છે.

8. રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ
સપ્લાય ચેઇન ખોરવાતા બહાર જમવાનું પણ મોંઘું બનશે, મેનૂના ભાવમાં વધારો શક્ય છે.

👉 કુલ મળીને, યુદ્ધના કારણે દરેક ક્ષેત્રમાં મોંઘવારીનો સીધો અસર તમારા ખિસ્સા પર પડશે.

Advertisement