મનપાના વોર્ડ નંબર 08માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાનનો જોરશોરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવારો અને કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે અને વિકાસના મુદ્દાઓ તેમજ પાર્ટીના કાર્યક્રમો અંગે માહિતી આપી રહ્યા છે. આ દરમિયાન લોકોને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક પણ મળી રહી છે, જેને ઉકેલવા માટે ઉમેદવારો દ્વારા વિશ્વાસ અપાયો હતો. પ્રચાર દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
મનપાના વોર્ડ નંબર 08માં ડોર-ટુ-ડોર પ્રચારનો પ્રારંભ