Advertisement

"મિશન ૨૦૨૬: ગુજરાત કોંગ્રેસની મોટી જાહેરાત, અડધી બેઠકો પર લડશે યુવા ઉમેદવારો"

"મિશન ૨૦૨૬: ગુજરાત કોંગ્રેસની મોટી જાહેરાત, અડધી બેઠકો પર લડશે યુવા ઉમેદવારો"

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ પોતાની વ્યૂહરચના જાહેર કરી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાની લગભગ 10 હજાર બેઠકો માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. 11 થી 20 માર્ચ દરમિયાન સંભવિત ઉમેદવારોને સાંભળી પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.


પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે આ વખતે લગભગ 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને તક આપવામાં આવશે. સાથે જ મહિલાઓ, SC, ST અને OBC વર્ગના સક્ષમ ઉમેદવારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.


ઉમેદવારી માટે પારદર્શિતા લાવવા કોંગ્રેસે ઓનલાઇન પ્લેટફોર્મ અને QR કોડ પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત મતદાર યાદીમાં ગોટાળા અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી સરકારને ઘેરવાનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો છે.

Advertisement