Advertisement

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય બંધ, ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં હાહાકાર

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય બંધ, ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં હાહાકાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સ્થગિત થતા ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં ચિંતા વધી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ પાઈપલાઈન ગેસ ધરાવતી મોટી રેસ્ટોરન્ટ્સ પર ખાસ અસર નહીં થાય, પરંતુ સિલિન્ડર પર નિર્ભર લગભગ 30% નાના રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન, લારી-ગલ્લા અને કેટરિંગ વ્યવસાય માટે પરિસ્થિતિ ગંભીર બની છે.

ઉદ્યોગકારોના કહેવા મુજબ જો સ્થિતિ લાંબી ચાલશે તો હજારો લોકોની રોજગારી જોખમમાં પડશે અને રેસ્ટોરન્ટના મેનુમાં આશરે 10% સુધી ભાવ વધારો થઈ શકે છે. એસોસિએશન દ્વારા સરકાર પાસે ગેસ સપ્લાય સંપૂર્ણ બંધ કરવાની જગ્યાએ રાશનિંગ દ્વારા સપ્લાય ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે.

Advertisement