Advertisement

મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી

મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી
  • મહીસાગર: 123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર કરાયા. પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું. કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ. આસીસ્ટન્ટ મેનેજર અને કો-ઓર્ડીનેટર કક્ષાના કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરે આદેશ બહાર પાડ્યો. પોલીસ દ્વારા પણ નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

Advertisement