Advertisement

મહેમદાવાદમાં આઈસ મસ્જિદ પાસે દરોડો, 875 ગ્રામ ગાંજાની સાથે એક ઝડપાયો

મહેમદાવાદમાં આઈસ મસ્જિદ પાસે દરોડો, 875 ગ્રામ ગાંજાની સાથે એક ઝડપાયો
મહેમદાવાદમાં આઈસ મસ્જિદ પાસે દરોડો, 875 ગ્રામ ગાંજાની સાથે એક ઝડપાયો

મહેમદાવાદ પોલીસે બાતમીના આધારે આઈસ મસ્જિદ નજીક ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો છે. પોલીસે કમરૂદ્દીન મીયાબશાબ મલેકની ધરપકડ કરી છે. તેની પાસેથી 875 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થાની કિંમત રૂપિયા 8,750 થવા જાય છે.

પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 10,250 છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તે ગાંજાનું છૂટક વેચાણ કરે છે. તેણે પાંચ દિવસ પહેલા જ પેટલાદના એક વ્યક્તિ પાસેથી આ જથ્થો મેળવ્યો હતો. મહેમદાવાદ પોલીસે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હવે પેટલાદના સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.

Advertisement