કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 13માં ચૂંટણી પ્રચાર હવે તેજ બનતો જોવા મળી રહ્યો છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા ઘરે-ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. પ્રચારની શરૂઆત પહેલા ઉમેદવારોએ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લઈને પોતાના અભિયાનને શુભ પ્રારંભ આપ્યો હતો. ઉમેદવારો પોતાના વિકાસના મુદ્દાઓ અને વચનો રજૂ કરી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિસ્તરમાં જનસંપર્ક અભિયાનને સારો પ્રતિસાદ મળતા રાજકીય ગરમાવો પણ વધ્યો છે. સ્થાનિક નાગરિકો પણ પોતાના પ્રશ્નો અને અપેક્ષાઓ ઉમેદવારો સમક્ષ રજૂ કરી રહ્યા છે, જેના કારણે ચૂંટણીનું માહોલ વધુ જીવંત બન્યો છે.
મહાદેવના આશીર્વાદ સાથે વોર્ડ નં. 13માં ઉમેદવારોનો પ્રચાર તેજ બન્યો