Advertisement

મહા શિવરાત્રીના પર્વે કૈલાશધામમાં ભક્તિનો ઉમંગ: હર્ષભાઈ સંઘવીએ યુવાનોને આપ્યો નશામુક્તિનો મંત્ર

મહા શિવરાત્રીના પર્વે કૈલાશધામમાં ભક્તિનો ઉમંગ: હર્ષભાઈ સંઘવીએ યુવાનોને આપ્યો નશામુક્તિનો મંત્ર

 મહા શિવરાત્રીના પવિત્ર દિવસે પાલીતાણાના નાનીમાળ ગામે શિવ ભક્તિ અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. કૈલાશધામ આશ્રમ ખાતે ૧૭ મંદિરોના જીર્ણોદ્ધાર પ્રસંગે હાજર રહેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ધર્મ સ્થાનકો સમાજને નવી દિશા આપે છે. તેમણે યુવાધનને સંબોધતા કહ્યું કે, ખરાબ આદતો અને નશાથી દૂર રહીને દેશના વિકાસમાં યોગદાન આપવું એ જ સાચી શિવ ભક્તિ છે. કાર્યક્રમમાં રાજ્યના દિગ્ગજ મંત્રીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement