Advertisement

મંદીમાં પણ મંદિરોમાં ભક્તિનો ઉછાળો: અંબાજી, સોમનાથ અને દ્વારકામાં 718 કરોડથી વધુ દાન

મંદીમાં પણ મંદિરોમાં ભક્તિનો ઉછાળો: અંબાજી, સોમનાથ અને દ્વારકામાં 718 કરોડથી વધુ દાન


વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભારતીય બજારમાં મંદી વચ્ચે પણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો પ્રવાહ અવિરત રહ્યો છે. અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 718.91 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. આ આંકડા દર્શાવે છે કે મંદીના માહોલમાં પણ લોકોની આસ્થા અને ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નથી.


ખાસ કરીને અંબાજી મંદિરમાં સોનાના દાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં અહીં કુલ 48.992 કિલો સોનાનું દાન મળ્યું છે. સોનાના વધતા ભાવ છતાં ભક્તોમાં દાન આપવાની ભાવના યથાવત્ રહી છે, જે આસ્થાની મજબૂતી દર્શાવે છે. જોકે વર્ષ 2022-23 અને 2024-25 દરમિયાન સોનાના દાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો.


સોમનાથ અને દ્વારકા મંદિરોમાં સોના-ચાંદીના દાનના ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ ભેટ-સોગાદના કુલ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં પણ મોટા પ્રમાણમાં કિંમતી ધાતુઓનું દાન મળતું હોય છે. સુરક્ષા સહિતના કારણોસર આ વિગતો જાહેર કરવામાં આવતી નથી.


આ સમગ્ર પરિસ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે ભૌતિક બજારમાં ભલે મંદીનો માહોલ હોય, પરંતુ ગુજરાતના યાત્રાધામોમાં ભક્તિ અને આસ્થાનો પ્રવાહ હંમેશા તેજીમાં જ રહે છે.

Advertisement