મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ જળમાર્ગમાં વધેલા તણાવ વચ્ચે ભારત માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. કતારથી LPG લઈને નીકળેલું ગેસ કેરિયર જહાજ ‘શિવાલિક’ 16 માર્ચે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. જહાજમાં લગભગ 46 હજાર મેટ્રિક ટન LPGનો જથ્થો છે, જેના દ્વારા અંદાજે 32 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર ભરાઈ શકે છે. જોખમી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પહોંચેલા આ જહાજના આગમનથી દેશમાં સર્જાયેલા LPG સંકટમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગેસને હવે રિફાઈનરી અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.
LPG સંકટ વચ્ચે મોટી રાહત: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું