વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા ભાવ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મહત્વની સૂચનાઓ આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે LPG પુરવઠા અંગે જનતામાં ગભરાટ ફેલાવનાર તત્વો પર કડક નજર રાખવી જરૂરી છે.
પીએમએ મંત્રીઓને સલાહ આપી કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને વિપક્ષના કથિત પ્રોપેગેન્ડાનો આત્મવિશ્વાસ સાથે જવાબ આપવો જોઈએ. કેટલાક તત્વો હાલની પરિસ્થિતિનો લાભ લઈને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવી ગતિવિધિઓ પર સતત મોનિટરિંગ જરૂરી હોવાનું જણાવ્યું.
વડાપ્રધાન મુજબ ઈંધણની સમસ્યા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને કારણે અનેક દેશો આ પડકારનો સામનો કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી કે ભારત પાસે પુરવઠો જાળવી રાખવા માટે પૂરતા સંસાધનો છે અને સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.