Advertisement

LPG પર રાહતના સમાચાર: હોર્મુઝ તણાવ વચ્ચે ભારત તરફ 2 ગેસ ટેન્કર રવાના

LPG પર રાહતના સમાચાર: હોર્મુઝ તણાવ વચ્ચે ભારત તરફ 2 ગેસ ટેન્કર રવાના

હોર્મુઝ સ્ટ્રેટનું વૈશ્વિક મહત્વ
વિશ્વના લગભગ 20% ઓઈલ અને ગેસ વેપાર હોર્મુઝ સ્ટ્રેટ પરથી થાય છે, તેથી આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક ઈંધણ પુરવઠા પર ભારે અસર પડી શકે છે.

2. યુદ્ધને કારણે દરિયાઈ માર્ગ ખોરવાયો
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ તણાવ વચ્ચે ઈરાનની ધમકીઓ બાદ જહાજોની અવરજવર લગભગ બંધ જેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે.

3. ભારતીય જહાજો ફસાયા
ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા છે, જેમાં LPG લઈ રહેલા ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’ જેવા મહત્વના ટેન્કરોનો સમાવેશ થાય છે.

4. 2 LPG ટેન્કર ભારત તરફ રવાના થવાની તૈયારીમાં
UAE નજીક લંગરાયેલાં આ બે ટેન્કર હવે ભારત તરફ આગળ વધવા તૈયાર છે, જે ભારત માટે રાહતના સમાચાર છે.

5. ભારતની મજબૂત કૂટનીતિનો ફાયદો
ઈરાન સાથેના સારા સંબંધોના કારણે ભારતને અગાઉ પણ જહાજોને સુરક્ષિત પસાર કરવાની મંજૂરી મળી, જે તેની ડિપ્લોમસીની સફળતા દર્શાવે છે.

6. પસંદગીના દેશોને જ પસાર થવાની મંજૂરી
ઈરાન હાલ પસંદગીના દેશોને જ માર્ગ આપી દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે, જે વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર સૂચવે છે.

7. ભારત પર અસરની ભીતિ
જો સંકટ લાંબું ચાલશે તો પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત ઉભી થઈ શકે છે, જેના કારણે સામાન્ય લોકો પર મોંઘવારીનો સીધો પ્રભાવ પડશે

Advertisement