LPG ભાવ વધારો | બહારનું જમવાનું હવે વધુ મોંઘું!

LPG ભાવ વધારો | બહારનું જમવાનું હવે વધુ મોંઘું!

LPG ભાવ વધારો | બહારનું જમવાનું હવે વધુ મોંઘું!

હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ કરો છો?

તો તમારા ખિસ્સા પર હવે વધુ ભાર પડી શકે છે!

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે.

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અંદાજે ₹9.50થી લઈને ₹11.50 સુધીનો વધારો થયો છે.

આ ભાવ વધારાની સીધી અસર હવે હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા લોકો પર પડશે.

અમદાવાદની વાત કરીએ તો,

19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે વધીને ₹2,768 થઈ ગઈ છે.

અને જ્યારે રસોડામાં વપરાતો ગેસ મોંઘો થાય,

ત્યારે તેની અસર ક્યાંક ને ક્યાંક ગ્રાહકોના બિલ પર પણ જોવા મળી શકે છે.

એટલે કે…

બહારનું જમવાનું હવે તમારા સ્વાદની સાથે ખિસ્સાની પણ પરીક્ષા લઈ શકે છે!

પરંતુ સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર છે.

14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

એટલે કે ઘરેલુ ગેસના ભાવ હાલ યથાવત રાખવામાં આવ્યા છે.

એક તરફ ઘરેલુ ગેસના ભાવ સ્થિર છે,

તો બીજી તરફ કોમર્શિયલ ગેસ મોંઘો થયો છે.

હવે જો હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકો આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખે છે,

તો આગામી દિવસોમાં બહારનું જમવાનું ખરેખર કેટલું મોંઘું પડે છે, એ જોવાનું રહેશે.