Advertisement

લોકશાહીનો ઉત્સવ: ૭૪ વર્ષીય રંજનબેન ગોસ્વામી બન્યા પ્રેરણાસ્ત્રોત, આણંદમાં ઉત્સાહથી કર્યું મતદાન

લોકશાહીનો ઉત્સવ: ૭૪ વર્ષીય રંજનબેન ગોસ્વામી બન્યા પ્રેરણાસ્ત્રોત, આણંદમાં ઉત્સાહથી કર્યું મતદાન


આણંદ, રવિવાર :: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે આણંદમાં ઉમંગભેર મતદાન ચાલી રહ્યું છે. આ લોકશાહીના પર્વમાં યુવાનોની સાથે વડીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં આણંદના ૭૪ વર્ષીય રંજનબેન રમેશગીરી ગોસ્વામીએ મતદાન મથક સુધી આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને સૌને "મતદાનનું મહત્વ" સમજાવ્યું હતું.

                શહેરની શ્રી મગનભાઈ પી. ઓઝા પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે આવી કરમસદ વિસ્તારની કલ્યાણ સોસાયટીના રહેવાસી ૭૪ વર્ષીય રંજનબેન રમેશગીરી ગોસ્વામીએ પોતાની વય મર્યાદાઓને આડે ન આવા દઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ રંજનબેને જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી લોકશાહીની આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેતા આવ્યા છે અને મતદાન કરવું એ પોતાની ફરજ માને છે. રંજનબેને અન્ય નાગરિકોને પણ લોકશાહીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું. 


Advertisement