“કરોડોનો ખર્ચ થયો એરપોર્ટ બનાવવા… વિકાસ એવો થયો કે ફ્લાઈટની જગ્યાએ નાવડી તરવા લાગી!”

“કરોડોનો ખર્ચ થયો એરપોર્ટ બનાવવા… વિકાસ એવો થયો કે ફ્લાઈટની જગ્યાએ નાવડી તરવા લાગી!”

“આ કોઈ વોટરપાર્ક નથી…

ન તો કોઈ સ્વિમિંગ પુલ!

આ છે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ…

અને આ છે કરોડોના ખર્ચે તૈયાર થયેલા ‘વિકાસ’ની વરસાદી તસવીર!” અંદાજે 29,560 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ એરપોર્ટના પ્રથમ તબક્કામાં જ લગભગ 11,282 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના અહેવાલો છે. 28 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. પરંતુ વરસાદ પડ્યો અને એરપોર્ટના પાર્કિંગથી લઈને રસ્તાઓ સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હોવાના વીડિયો સામે આવ્યા. હવે સવાલ એ છે કે… જો થોડા વરસાદમાં જ એરપોર્ટની આસપાસ પાણી ભરાઈ જાય, તો કરોડો રૂપિયાના ખર્ચે થયેલા આ વિકાસની ડ્રેનેજ વ્યવસ્થા ક્યાં ગઈ? સોશિયલ મીડિયા પર લોકો પણ કટાક્ષ કરી રહ્યા છે— “અમેરિકા અને ચીન તો આ વિકાસ જોઈને ખરેખર ચોંકી ગયાં હશે!” કરોડો રૂપિયાનો ખર્ચ... વિશ્વસ્તરીય એરપોર્ટના દાવા… અને વરસાદ પડતાં જ એરપોર્ટ કે વોટરપાર્ક?