Advertisement

કરમસદના મહિલા મતદાર ગાયત્રીબેને સાંજના ૬:૦૦ વાગ્યા પહેલા મતદાન મથક પર પહોંચી મતદાન કરવા નાગરિકોને કરી અપીલ

કરમસદના મહિલા મતદાર ગાયત્રીબેને સાંજના ૬:૦૦ વાગ્યા પહેલા મતદાન મથક પર પહોંચી મતદાન કરવા નાગરિકોને કરી અપીલ

આણંદ, રવિવાર : સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત આજે આણંદમાં ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. લોકશાહીના આ પર્વમાં નાગરિકોની જાગૃતિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં કરમસદની કલ્યાણ સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર ૯ ના મતદાર ૪૭ વર્ષીય ગાયત્રીબેન વિજયભાઈ પટેલે આજે શ્રી મગનભાઈ પી. ઓઝા પ્રાથમિક શાળા ખાતે સ્થાપિત મતદાન મથક પર જઈ પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.          

             મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ગાયત્રીબેને અન્ય નાગરિકોને પણ લોકશાહીની આ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "મેં મારો મત આપી દીધો છે અને હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે તેઓ સાંજના ૬:૦૦ વાગ્યા પહેલા મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે નાગરિકો ચૂંટણીમાં ભાગીદાર બની લોકશાહીને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય તે અત્યંત જરૂરી છે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.

Advertisement