Advertisement

કરમસદમાં ચકચાર: પંચવટી વિસ્તારમાં દારૂનો જથ્થો સાથે એક્ટિવા મૂકીને શખ્સ ફરાર, પોલીસે તપાસ તેજ કરી

કરમસદમાં ચકચાર: પંચવટી વિસ્તારમાં દારૂનો જથ્થો સાથે એક્ટિવા મૂકીને શખ્સ ફરાર, પોલીસે તપાસ તેજ કરી

આણંદ જિલ્લાના કરમસદ વિસ્તારમાં વિદ્યાનગર પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો અને એક એક્ટિવા કબજે કરવામાં આવી છે. પોલીસે પહોંચતા જ બુટલેગર અંધારાનો લાભ લઈ દારૂનો જથ્થો અને વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ કોમ્બીંગ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બળીયાદેવ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ એક્ટિવાને રોકવાનો ઈશારો કરતાં ચાલકે વાહન રસ્તામાં મૂકી ભાગી ગયો. તપાસ દરમિયાન પ્લાસ્ટિકની ત્રણ બેગમાંથી કુલ 66 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો અને એક્ટિવા સહિત કુલ રૂ. 83,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર આરોપી અજયભાઈ ઉર્ફે પીન્ટો રમેશભાઈ તળપદા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement