આણંદ મનપા દ્વારા વર્ષોથી બાકી પડતો અને ચાલુવર્ષ વેરા વસુલાત 100 ટકા કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ મનપા વિસ્તારમાં આવેલા કરમસદ વિદ્યાનગર રોડ પર આવેલા રામ ગ્રુપ કોમ્પ્લેક્સ સહિત અન્ય કોમ્પ્લેક્સની મળી 10 દુકાનો અને કરમસદ વેસ્ટનઝોન અને સાનિધ્યમાં આવેલા મકાન નં 23 નો મળી 3.50 લાખથી વધુ વેરો બાકી પડતો હતો. જે વારંવાર નોટીસ પાઠવા છતાં ન ભરતાં શુક્રવારે મનપાની ટીમે તમામને સીલ મારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ મનપા આવેલા 1.20 લાખ ઉપરાંત મિલકત ધારકોમાંથી 30 હજારથી વધુ મિલકત ધારકો વેરો ભરપાઇ કરવામાં અનિયમિત દાખવે છે. કેટલાંકે તો 10 વર્ષથી વેરો નથી ભર્યો જેના કારણે 50 હજારથી વધુ વેરો બાકી પડતો હોય તેવા મિલકત લીસ્ટ તૈયાર કરીને છેલ્લા એક માસથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કરમસદ વિદ્યાનગર રોડ પર આવેલા રામ ગ્રુપ કોમ્પ્લેક્સ સહિત અન્ય કોમ્પ્લેક્સની મળી 10 દુકાનો અને કરમસદ વેસ્ટનઝોન અને સાનિધ્યમાં આવેલા મકાન નં 23 નો મળી 3.50 લાખથી વધુ વેરો બાકી પડતો હોવાથી સીલ મારવામાં આવ્યું હોવાનું મનપાના એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે મનપાની ટીમોએ 5 લાખ ઉપરાંત મિલકત વેરો સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.
ત્રણ વર્ષથી વેરો ન ભરનાર 10થી વધુ મિલકત ધારકોના કનેકશન કપાયાં
આણંદ મનપા વિસ્તારમાં સમાવેશ કંકુબેન ચલી ગટર કનેકશન સીલ સહિત અન્ય વિસ્તારમાં છેલ્લા બે ત્રણ વર્ષથી મિલકત વેરો નહીં ભરનાર મકાનો ગટર કનેકશન કાપીને તાત્કાલિક મિલકત વેરો ભરવાની સુચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં મિલકત વેરો નહીં ભરનાર ગટર કે પાણીના કનેકશન કાપી નાંખવામાં આવશે તેમ મનપા એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.