Advertisement

કરમસદ-આણંદ મનપાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની વરણી

કરમસદ-આણંદ મનપાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની વરણી

આણંદ, 28 મે : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે દીપિકા પટેલની સત્તાવાર વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારની પસંદગી કરવામાં આવી હતી. આજે મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.


પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા બેઠક અનામત હોવાથી મેયરપદ માટે ભારે રસાકસી જોવા મળી હતી. જોકે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આખરે દીપિકા પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તમામ મુખ્ય પદો પર પક્ષના ઉમેદવારોનો વિજય નિશ્ચિત માનવામાં આવતો હતો.


ઉલ્લેખનીય છે કે કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે કુલ 52માંથી 43 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ, માર્ગ-ગટર, પાણી અને સ્વચ્છતા સહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement