Advertisement

કરમસદ-આણંદ મનપામાં કોણ બનશે મેયર? રાજકીય માહોલ ગરમાયો

કરમસદ-આણંદ મનપામાં કોણ બનશે મેયર? રાજકીય માહોલ ગરમાયો


કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટેના નામોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ તેજ બની છે. વિશ્વસનીય સૂત્રો મુજબ, સત્તાધારી પક્ષ દ્વારા મહત્વના પદો માટેના નામો લગભગ નક્કી કરી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.


મહાનગરપાલિકાના નવા કાર્યકાળ માટે કોણને કઈ જવાબદારી સોંપાશે તે અંગે શહેરના રાજકીય માહોલમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે અનેક દાવેદારોના નામ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ હવે સંગઠન અને વરિષ્ઠ આગેવાનો વચ્ચેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય પર સહમતી બન્યાની માહિતી સામે આવી રહી છે.


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અનુભવી અને સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા ચહેરાને તક મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આગામી ગણતરીના દિવસોમાં પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા છે. જાહેરાત બાદ કરમસદ-આણંદના રાજકીય સમીકરણોમાં નવા ફેરફારો જોવા મળી શકે છે.

Advertisement