કરમસદ-આણંદ મનપાની ચૂંટણી પહેલા જ ભાજપે મોટો રાજકીય દબદબો દર્શાવ્યો છે, જેમાં કુલ 5 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વોર્ડ નંબર 8માં અમિતજી ઠાકોર, હાર્દિક ઠક્કર અને પ્રીતિબેન શાહ બિનહરીફ રહ્યા છે, જ્યારે વોર્ડ નંબર 9માં રૂપલ પટેલ અને નિરાલી પટેલ બિનહરીફ ચૂંટાયા છે. ચૂંટણી પહેલા જ ખાતું ખુલતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને બિનહરીફ જીતેલા ઉમેદવારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
કરમસદ-આણંદ મનપામાં ભાજપનો મોટો દબદબો: 5 બેઠકો બિનહરીફ જીત સાથે ચૂંટણી પહેલાં જ ખાતું ખુલ્યું