કરમસદ-આણંદ મનપા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વોર્ડ નંબર ૧૧માં ભાજપાના ઉમેદવારોનો સ્થાનિક નાગરિકો દ્વારા ઉત્સાહભેર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફૂલહાર સાથે ઉમેદવારોને આવકારીને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉમેદવારોએ ડોર-ટુ-ડોર સંપર્ક કરીને લોકોની સમસ્યાઓ સાંભળી અને વિકાસના વચનો આપ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભાજપાના પક્ષમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.
કરમસદ-આણંદ મનપા ચૂંટણી: વોર્ડ નં. ૧૧માં ભાજપાના ઉમેદવારોનો ભવ્ય આવકાર