Advertisement

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં-11 ના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં-11 ના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં-11માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉમેદવારો ઘેરઘેર જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે અને પોતાના વિકાસના વિઝન તથા યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છે. રસ્તા, પાણી, ગટર, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


પ્રચાર દરમિયાન સ્થાનિક નાગરિકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પોતાના વિસ્તારના પ્રશ્નો ઉમેદવારો સમક્ષ રજૂ કરી રહ્યા છે અને તાત્કાલિક ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા તમામ સમસ્યાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવાના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારના કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને વોર્ડ નં-11માં રાજકીય ચહલપહલ તેજ બની ગઈ છે.

Advertisement