કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 10 માં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કાર્યકરોએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને આવનારી ચૂંટણીમાં ભાજપને બહુમતી અપાવવા માટે સંકલ્પ લીધો હતો. ઉમેદવારો દ્વારા ઘર-ઘર જઈને જનસંપર્ક વધારવાની અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે પણ ભાર મુકવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં પણ આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળ્યો હતો, જે આવનારી ચૂંટણી માટે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.