આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અનુસાર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 10 નો ફાઇનલ પ્લોટ નંબર 260 માં આવેલ મહાનગરપાલિકાની માલિકીનો પ્લોટ ખાલી કરવા માટે 15 દિવસ અગાઉ મહેતલ આપવામાં આવી હતી. જેમાં પાંચ દુકાનો અને એક છાપરા નું બાંધકામ કરવામાં આવ્યું હતું.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ મહેતલ પૂરી થતા જ આજરોજ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા લોટીયા ભાગોળ પાસે, રાજ શીવાલય ટોકીઝ ની સામે આવેલ ટીપી સ્કીમ 10 ના ફાઇનલ પ્લોટ નંબર 260 માં મેઈન કોર્નર પર નો પ્લોટમાં પાંચ દુકાનો અને છાપરું જે મહાનગરપાલિકાના માલિકીના પ્લોટ માં હોય દબાણો દૂર કરી અને 177.00 સ્ક્વેર ચોરસમીટર નો પ્લૉટ ખુલ્લો કરી મહાનગરપાલિકા દ્વારા કબજો મેળવવામાં આવ્યો છે, તેમ એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.