Advertisement

ખાતાધારકો માટે મોટી ખુશખબર! એકાઉન્ટ નંબર બદલ્યા વગર હવે બદલી શકશો બેંક, RBI લાવી રહ્યું છે નવી સિસ્ટમ

ખાતાધારકો માટે મોટી ખુશખબર! એકાઉન્ટ નંબર બદલ્યા વગર હવે બદલી શકશો બેંક, RBI લાવી રહ્યું છે નવી સિસ્ટમ

Reserve Bank of India (RBI) ખાતાધારકોને વધુ સુવિધા આપવા માટે નવી વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે. આ નવી સિસ્ટમ અમલમાં આવશે તો ગ્રાહકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેંક બદલી શકશે. આ યોજના ‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ વિચારણા હેઠળ છે અને તેને બેન્કિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.


નવી વ્યવસ્થા અનુસાર, ગ્રાહક જ્યારે બેંક બદલશે ત્યારે તેનો હાલનો એકાઉન્ટ નંબર કાયમી રહેશે. નવી બેંક તે નંબરને પોતાની સિસ્ટમમાં સામેલ કરી લેશે અને ગ્રાહકના ઓટો પેમેન્ટ, SIP, લોન EMI, વીમા પ્રિમિયમ અને અન્ય બિલ ચુકવણી જેવી તમામ માહિતી આપોઆપ નવી બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. RBI આ માટે એક સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યું છે.


હાલમાં બેંક બદલતી વખતે ગ્રાહકોને નવું એકાઉન્ટ ખોલવું પડે છે અને પગાર, લોન EMI, મ્યુચ્યુઅલ ફંડ અને બિલ પેમેન્ટ માટે વિગતો ફરીથી અપડેટ કરવાની ઝંઝટ રહે છે. નવી સિસ્ટમ લાગુ થશે તો આ પ્રક્રિયા સરળ બની જશે અને ગ્રાહકોને સમય તથા દસ્તાવેજોની ઝંઝટમાંથી રાહત મળશે.


આ વ્યવસ્થા અમલમાં આવ્યા પછી બેંકો વચ્ચે સ્પર્ધા વધશે અને ગ્રાહકોને વધુ સારી સેવા મળશે. જો કોઈ બેંક યોગ્ય સેવા ન આપે તો ગ્રાહક સરળતાથી પોતાનો એકાઉન્ટ બીજી બેંકમાં પોર્ટ કરી શકશે, જેના કારણે બેન્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા પણ વધશે.

Advertisement