અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ જ દારૂની હેરાફેરીમાં ઝડપાતા ચકચાર મચી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશોક પટેલની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે. વસ્ત્રાપુર પોલીસે થલતેજના જીવનદીપ સર્કલ પાસેથી 415 બોટલ દારૂ ભરેલી બિનવારસી કાર જપ્ત કરી હતી. કાર અંગે તપાસ હાથ ધરતા તેનું કનેક્શન પોલીસ કોન્સ્ટેબલ અશોક પટેલ સાથે હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આ મામલે વચેટિયા તરીકે સંડોવાયેલા ચિરાગ ચૌધરીની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં મળેલી વિગતોના આધારે પોલીસે કોન્સ્ટેબલ અશોક પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂની હેરાફેરીના આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે, તે અંગે તપાસ ચાલી રહી છે.