ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરવી યુવકને ભારે પડી! માત્ર બે હજાર રૂપિયા માટે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો. 🚨
ખંભાત તાલુકાના ફિણાવ ગામમાં મારામારીનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી દિનેશભાઈ પટેલના મિત્ર મીરખાન ઉર્ફે બોખો પઠાણે જલુંધ ગામના લાલાભાઈ વાલ્મિકને 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા.
20 દિવસની મુદતે આપવામાં આવેલા આ પૈસામાંથી 48 હજાર રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હતા, પરંતુ બાકીના 2 હજાર રૂપિયા બાકી હતા.
આ બાકી રકમને લઈને દિનેશભાઈ વારંવાર ઉઘરાણી કરતા હતા.
પરંતુ એક દિવસ પાનના ગલ્લે થયેલી ઉઘરાણી... ઝઘડામાં ફેરવાઈ ગઈ!
આરોપ છે કે ઉઘરાણીની વાત કરતાં મીરખાન ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી શરૂ કરી. ત્યારબાદ ત્યાં આવેલા અન્ય એક શખ્સ સાથે મળીને દિનેશભાઈ સાથે મારામારી કરવામાં આવી.
ફરિયાદ મુજબ એક શખ્સે દિનેશભાઈનું ગળું પકડ્યું, જ્યારે બીજા શખ્સે મુક્કા અને ગડદાપાટુનો માર માર્યો.
ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર માટે પહેલા ખંભાત જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
આ સમગ્ર મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
🚨 માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણી... અને વાત પહોંચી મારામારી સુધી!