ખંભાતના દશામાના વિસર્જનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિડિયોમાં DJના માહોલ વચ્ચે કેટલાક યુવકો દ્વારા કરવામાં આવેલા અભદ્ર ઈશારાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધાર્મિક તહેવાર હોય કે કોઈ વ્રત… તેની સાથે લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે.
પરંતુ સવાલ એ છે કે શું આવી આસ્થાને હવે માત્ર મોજ-મસ્તી અને શક્તિ પ્રદર્શનનું માધ્યમ બનાવી દેવામાં આવી છે?
વિસર્જન જેવા ધાર્મિક પ્રસંગે ભક્તિની જગ્યાએ જો અભદ્ર હરકતો અને ઉશ્કેરણીજનક વર્તન જોવા મળે, તો તે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર ધાર્મિક વાતાવરણને અસર કરે છે.
હવે સવાલ એ છે કે…
આ પ્રકારની હરકતો કરનારાઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં?
શું ધાર્મિક પ્રસંગોની ગરિમા જાળવવાની જવાબદારી માત્ર આયોજકોની છે, કે પછી દરેક વ્યક્તિની?
આસ્થા સાથે મજાક નહીં…
ધાર્મિક ઉત્સવની મજા લો, પરંતુ તેની ગરિમા જાળવીને.