Advertisement

ખંભાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ લોન અને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

ખંભાતમાં PM સ્વનિધિ યોજના હેઠળ લોન અને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

ખંભાત નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોન તથા ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ખંભાતના ગવારા ટાવર સ્થિત સ્તંભતીર્થ કોમ્પ્લેક્ષ ખાતે નગરપાલિકાના NULM વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.


કાર્યક્રમ દરમિયાન પસંદગી પામેલા લાભાર્થીઓને ₹15,000, ₹25,000 તથા ₹50,000ની લોન માટેના મંજૂરી પત્રો (સેન્શન લેટર) તેમજ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય હેતુ રસ્તા પર વ્યવસાય કરતા નાના વેપારીઓ અને સ્વરોજગાર ધરાવતા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેરળના તિરુવનંતપુરમ ખાતેથી સમગ્ર દેશના 1 લાખથી વધુ લાભાર્થીઓને લોન અને ક્રેડિટ કાર્ડ વિતરણ માટે શરૂ કરાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમના અનુસંધાને યોજાયો હતો.


આ પ્રસંગે ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, એક્ઝીક્યુટીવ ચેરમેન રાજેશભાઈ રાણા, SBI બ્રાન્ચ મેનેજર નિશાંતભાઈ, NULM વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ અને સ્થાનિક પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement