ખંભાતમાં MGVCLની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ખંભાતમાં MGVCLની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

રાત્રે 4 કલાક અંધારું... અને જે કર્મચારીઓએ વીજળી આપવાની હતી, એ જ ઓફિસમાં ઘોર નિંદ્રામાં!

ખંભાતમાં MGVCLની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ધર્મજ રોડ પર રાત્રે 2 વાગ્યાથી સવારના 6:30 વાગ્યા સુધી વીજળી ગુલ રહી. ચાર કલાકથી વધુ સમય સુધી લોકો અંધારામાં પરેશાન થતા રહ્યા.

હવે સૌથી મોટો સવાલ એ છે કે લોકો અંધારામાં હેરાન થઈ રહ્યા હતા ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ ક્યાં હતા?

વીજળી બંધ થતાં એક ગ્રાહકે MGVCLમાં 25થી વધુ વખત ફોન કર્યા, પરંતુ યોગ્ય જવાબ મળ્યો નહીં. આખરે સવાર થતાં ગ્રાહક રૂબરૂ ઓફિસ પહોંચ્યા અને ત્યાંનું દૃશ્ય જોઈને ચોંકી ગયા.

આક્ષેપ છે કે ઓફિસમાં ફરજ પર રહેલા 5થી 6 ટેક્નિકલ કર્મચારીઓ ઊંઘતા જોવા મળ્યા. તેમના ફોટા પણ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, સરકારી વીજ કંપનીની ગાડી પણ ઓફિસ પરિસરમાં પાર્ક થયેલી જોવા મળી.

એક તરફ લોકો રાત્રે અંધારામાં પરેશાન...

બીજી તરફ જેમના ખભા પર વીજ પુરવઠો જાળવવાની જવાબદારી છે, તેઓ જ ઊંઘતા હોવાના આક્ષેપ!

તો સવાલ સીધો છે—

ફરજ દરમિયાન ઊંઘવાની છૂટ છે?

જો કર્મચારીઓ જાગતા હોત તો શું ચાર કલાક સુધી લોકો અંધારામાં રહેત?

હવે સ્થાનિકોએ સમગ્ર મામલે વિભાગીય તપાસ અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

સરકારી પગાર પર ફરજ... અને ફરજના સમયે ઊંઘ?

આખરે જવાબદારી કોની?