Advertisement

ખંભાત નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, ભાજપે સંભાળ્યું સુકાન

ખંભાત નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, ભાજપે સંભાળ્યું સુકાન

આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશોરભાઈ રાણાની વરણી કરવામાં આવતા શહેરના રાજકીય વર્તુળોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.


ઉપરાંત, ઉપપ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ જસભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે કારોબારી ચેરમેન તરીકે વિશાલ ભગવતીપ્રસાદ જાનીને જવાબદારી સોંપવામાં આવી છે.


નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે મનીષ અરવિંદભાઈ ખારવાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે ચિરાગ પરાગભાઈ શાહની વરણી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.


નવા હોદ્દેદારોની વરણી બાદ કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement