Advertisement

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને મળ્યું એડિશનલ સેક્રેટરી પદ

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ગુજરાતના 3 IAS અધિકારીઓને મળ્યું એડિશનલ સેક્રેટરી પદ

કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ ગુજરાત કેડરના ત્રણ અનુભવી IAS અધિકારીઓને ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં એડિશનલ સેક્રેટરી (Additional Secretary) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.


કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, ગુજરાત કેડરના અધિકારીઓને તેમના અનુભવ અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય જવાબદારીઓ સોંપવામાં આવી છે.


ગુજરાત કેડરના આ અધિકારીઓને મળ્યું પ્રમોશન

કેબિનેટ નિમણૂક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુજરાત કેડરના નીચેના અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે:


એમ.કે. ખંધાર (1996 બેચ) – સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી


આરતી કંવર (2001 બેચ) – ટેક્સટાઇલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી


વિજય નેહરા (2001 બેચ) – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી


PMOમાં પણ અધિકારીઓને પ્રમોશન


આ ફેરફારો માત્ર ગુજરાત કેડર પૂરતા મર્યાદિત નથી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં કાર્યરત અધિકારીઓના સ્તરે પણ વધારો કરવામાં આવ્યો છે. PMOમાં કાર્યરત શ્રીધર ચિરુવોલુને પણ એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.


આ ઉપરાંત સમિતિએ કેટલાક અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા પર જ 'ઇન-સિટુ' (In-situ) અપગ્રેડેશન આપીને એડિશનલ સેક્રેટરીનો દરજ્જો આપ્યો છે.


કેન્દ્ર સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે વિવિધ મંત્રાલયોમાં અનુભવી અધિકારીઓની કામગીરીને વધુ ગતિ મળશે.

Advertisement