Advertisement

"કચ્છમાં ઈતિહાસની સૌથી મોટી સ્ટ્રાઈક: 4 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરોમાં મચ્યો ફફડાટ!"

"કચ્છમાં ઈતિહાસની સૌથી મોટી સ્ટ્રાઈક: 4 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરોમાં મચ્યો ફફડાટ!"

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના ધાણેટી પાસે SMC ની ટીમે બાતમીના આધારે રેડ કરીને અંદાજિત 4 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ રેડથી સમગ્ર રાજ્યના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કટિંગ સમયે જ ત્રાટકી SMC ની ટીમ

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભૂજના ધાણેટી પાસે જ્યારે વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું, બરાબર તે જ સમયે ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. પોલીસની ગાડીઓ જોઈને બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને દારૂનો જંગી જથ્થો અને વાહનો કબ્જે કર્યા હતા.


કરોડોનો મુદ્દામાલ અને તપાસનો ધમધમાટ


આ રેડમાં દારૂની હજારો બોટલો સાથે ટ્રક અને અન્ય વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં SMC દ્વારા દારૂની બોટલોની ગણતરી અને પકડાયેલા વાહનોની તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસની જાણ બહાર થયેલી આ સીધી કાર્યવાહીએ જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


Advertisement