Advertisement

કાર ટ્રેક ટેસ્ટમાં મહિલાઓ આગળ, પુરુષો કરતા વધુ પાસ રેટથી સાબિત થયું ચઢિયાતું ડ્રાઈવિંગ

કાર ટ્રેક ટેસ્ટમાં મહિલાઓ આગળ, પુરુષો કરતા વધુ પાસ રેટથી સાબિત થયું ચઢિયાતું ડ્રાઈવિંગ

સમાજમાં મહિલાઓ સારા ડ્રાઈવર નથી એવી માન્યતા વર્ષોથી ચાલતી આવી છે, પરંતુ આરટીઓના આંકડાઓ આ માન્યતાને ખોટી સાબિત કરે છે. અમદાવાદની આરટીઓમાં લેવાતા ડ્રાઈવિંગ ટેસ્ટમાં મહિલાઓનું પ્રદર્શન પુરુષો જેટલું કે કેટલીક જગ્યાએ વધુ સારું જોવા મળ્યું છે, જે આ માન્યતાઓને જડબાતોડ જવાબ આપે છે.


આંકડાઓ મુજબ ફોર વ્હીલર લાયસન્સ માટે મહિલાઓનો પાસિંગ રેશિયો પુરુષો કરતાં વધુ નોંધાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો મહિલાઓએ ટ્રેક ટેસ્ટમાં પુરુષોને પાછળ રાખ્યા છે, જે તેમની વધતી કુશળતા અને આત્મવિશ્વાસને દર્શાવે છે. આજકાલ મહિલાઓ માત્ર કાર કે બાઈક જ નહીં, પણ બસ, રિક્ષા અને એમ્બ્યુલન્સ પણ સફળતાપૂર્વક ચલાવી રહી છે.

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બંને કેટેગરીના આંકડાઓ બતાવે છે કે ડ્રાઈવિંગમાં જાતિનો કોઈ સંબંધ નથી. પુરુષો અને મહિલાઓ બંને સમાન રીતે સક્ષમ છે, અને મહિલાઓ અંગેની જૂની રૂઢિગત માન્યતાઓ હવે ધીમે ધીમે તૂટતી જઈ રહી છે.

Advertisement