જો તમારે બેંકમાં પૈસા જમા કરાવવા હોય, બેંકમાંથી પૈસા ઉપાડવાના હોય, પાસબુકને લગતું કોઈ કામ હોય કે પછી લોન સંબંધિત કોઈ કામ હોય, તો આજે જ પતાવી લેજો… કારણ કે કાલથી આગામી ત્રણ દિવસ સુધી બેંકોની કામગીરી પ્રભાવિત રહી શકે છે.
આવતીકાલે અંદાજે 75 હજારથી વધુ બેંક કર્મચારીઓ હડતાળ પર જવાના છે, જેના કારણે 54 હજારથી વધુ બેંક શાખાઓની કામગીરી ઠપ થવાની શક્યતા છે.
કર્મચારીઓની મુખ્ય માંગ છે કે બેંકોમાં અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામકાજ રાખવામાં આવે અને શનિવાર તથા રવિવારની રજા જાહેર કરવામાં આવે.
હાલમાં મોટાભાગની બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. પરંતુ હવે કર્મચારીઓ તમામ શનિવારની રજાની માંગ સાથે હડતાળ પર જઈ રહ્યા છે.
જોકે, રાહતની વાત એ છે કે ઓનલાઈન બેન્કિંગ, UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ સેવાઓ ચાલુ રહેશે, જેથી ડિજિટલ લેવડદેવડમાં કોઈ ખાસ અડચણ આવવાની નથી.
તો બેંકનું કોઈ જરૂરી ઓફલાઈન કામ બાકી હોય તો… આજે જ પતાવી લેજો, નહીં તો આગામી ત્રણ દિવસ રાહ જોવી પડી શકે છે!