જૂની ફિલ્મ, નવી મજા! 50 વર્ષ પછી ફિલ્મ શોલે થિયેટરમાં ફરી રિલીઝ
જો વાત થાય ઇંડિયન સિનેમામાં આવેલી આઇકોનિક ફિલ્મોની તો એમાં રમેશ સિપ્પીની ફિલ્મ 'Sholay' ને પણ અચૂક યાદ કરવામાં આવે. કદાચ તેની રિલીઝ વખતે જેટલી નહીં ચાલી હોય તેટલી આ ફિલ્મે પાછળથી સફળતા જોઈ છે. અને એટલે જ આજે 50-50 વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાં પણ આજે પણ દર્શકોને આ ફિલ્મના કિરદારો હોય કે ગીતો કે ડાયલોગ બધુ જ કડકડાટ યાદ છે. ત્યારે આજે 12 ડિસેમ્બરના રોજ શોલે ફરી રિલીઝ થઈ રહી છે. જો તમે આ ફિલ્મ થિયેટરમાં ના જોઈ હોય કે પછી જોઈ હોય તો પણ ફરી એકવાર અચૂક જૉઇ આવજો કારણ કે આ વખતે તેમ અમુક ફેરફારો કરીને ફિલ્મને ફરી રિલીઝ કરવામાં આવી છે.
ઇંડિયન સિનેમાની સૌથી આઇકોનિક ફિલ્મમાંની એક એટલે કે શોલે ને 50 વર્ષ થઈ ગયા છે. એક ખાસ અવસર પર 1975 માં બનેલી આ ફિલ્મ ફરી મોટા પરદે પાછી રિલીઝ થઈ રહી છે. તમને એમ પ્રાશ પણ થશે કે કેમ? કારણ કે આ ફિલ્મ ટીવી પર હજારો વાર, OTT પર પણ તમે જોઈ ચૂક્યા હશો તો પછી આને થિયેટરમાં ફરી જોવા કેમ જવું? તો તેનો જવાબ ખૂબ મજેદાર છે. આ ફિલ્મ Sholay the final cut નામથી રી રિલીઝ થઈ રહી છે. અને આ ફિલ્મમાં આ વખતે એ વાત બતાવવામાં આવી છે જે આ ફિલ્મમાં 50 વર્ષ પહેલા નહોતી. ખાસ કરીને વર્ષ 1975માં ઇન્દિરા ગાંધી સરકાર અને ઇમરજન્સીના કારણે તે વખતે સેન્સર બોર્ડે (CBFC) એ જે બદલાવ કરાવ્યા હતા તે હવે આજે રિલીઝ થયેલી ફિલ્મમાં જોઈ શકાશે.
રમેશ સિપ્પીના દિકરેશનમાં બનેલી શોલે આજે 12 ડિસેમ્બર શુક્રવારના રોજ દેશભરના 1500 સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મને ફરી મોટા પડદે જોવાનું કારણ તેનું ટેકનિકલ પાસું પણ છે. આ ફિલ્મ આજના સમય મુજબ 4K માં રિસ્ટોર કરીને રિલીઝ કરવામાં આવે છે. તમે અત્યાર સુધી જે જોઈ હશે તે 70 mm રેશિયોમાં 2:2:1 માં જોઈ હશે. આ ઉપરાંત આ ફિલ્મના ઓરિજનલ સાઉન્ડને વર્ષો પહેલા ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા મેગ્નેટિક ટ્રેકથી વધારે સારા ઓડિયો ફોર્મેટમાં એટલે કે Dolby 5.1 માં રિલીઝ કરવામાં આવી છે.
ગબ્બરનો ખોફ, વીરૂનો ડ્રામા
એટલે કે હવે તમને ગબ્બરનો ખોફ દૂર દૂર સુધી સાંભલાશે. અને જ્યારે વીરૂ પણ એમ કહેશે કે ' કુત્તે મે તેરા ખૂન પી જાઉંગા' તો તેની ઇમ્પેક્ટ જ કઈક અલગ હશે, જયની ખામોશી હોય કે હોળીનું સેલિબ્રેશન હવે થોડું વધારે મહેસુસ થશે. આ એક પ્રીમિયમ અને ઓરીજનલ સીનેમેટિક અનુભવ હશે. પણ બસ આટલું જ નહીં આ ફિલ્મમાં પહેલીવાર એ ઓરીજનલ વિવાદાસ્પદ ક્લાઇમેક્સ બતાવાશે જે ફિલ્મના રાઇટર સલીમ જાવેદે ઓરિજિનલ પહેલા ડ્રાફ્ટમાં લખ્યો હતો.
શોલેનો ઓરિજિનલ કલાઈમેક્સ ફરી ચર્ચામાં
ધર્મેન્દ્ર, અમિતાભ, હેમા, જયા, સંજીવ કુમાર અને અમજદ ખાન સ્ટારર શોલે એ વખતે ઇમરજન્સીના સમયમાં રિલીઝ થઈ હતી. અને તે વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. સેન્સર બોર્ડે એટલે કે CBFC અને સરકારે તે વખતે ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પીને ઓરિજિનલ એન્ડીંગ બદલવા માટે ફોર્સ કર્યો હતો. અને ઈચ્છા ના હોવા છતાં પણ રમેશ સિપ્પી અને સલીમ જાવેદે ફરીથી નવો ક્લાઇમેક્સ સીન લખવો પડ્યો હતો જે તમે અત્યાર સુધી જોયો છે. હકીકતમાં ઓરિજિનલ ક્લાઇમેક્સમાં ઠાકુર ગબ્બર સિંહને મારે છે. પણ સેન્સર બોર્ડના લીધે તે સીન હટાવી દેવામાં આવ્યો હતો. આપણે અત્યાર સુધી જે શોલે ફિલ્મ જોઈ છે તેમાં છેલ્લે પોલિસ આવે છે. રમેશ સિપ્પીએ જ આ અંગે જણાવતા કહ્યું હતું કે અમારે સરકારના દબાવમાં આવીને નાછૂટકે ક્લાઇમેક્સ રિશુટ કરવો પડ્યો હતો. કારણ કે એ વખતે સરકારનું કહેવું હતું કે ઠાકુર ફિલ્મમાં પોલિસ ઓફિસરના પાત્રમાં છે અને તે કાનૂનને એ રીતે પોતાના હાથમાં ના લઈ શકે. માટે ટીપીકલ પોલિસ આવે છે તેવી એન્ડીંગ બતાવી પડી હતી.
હવે 50 વર્ષ બાદ re રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં નવા સીન ઉમેરાયા છે જેના લીધે ફિલ્મને ફરી એકવાર નવા સર્ટિફિકેશનની જરૂર પડી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને 24 નવેમ્બર 2025 ના રોજ sholay the final cut ને એકપણ કટ વગર U રેટિંગ આપ્યું છે. આ ફિલ્મ હવે 209 મિનિટ એટલે કે 3 કલાક અને 29 મિનિટની છે, જ્યારે 1975 માં રિલીઝ થયેલી ફિલ્મ 190 મિનિટ એટલે કે 3 કલાક અને 10 મિનિટની હતી. જો કે નવી શોલેમાં ડાયલોગમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે,.
ધર્મેન્દ્રને ટ્રિબ્યુટ
Sholay ની રી રિલીઝ ઇંડિયન સિનેમામાં અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક કમર્શિયલ ફિલ્મને ફરી મોટા પડદે જોવાની તક છે. આ ફિલ્મને 4K પીકચર ક્વોલિટી, Dolby 5.1 સાઉન્ડ, ઓરિજિનલ ક્લાઇમેક્સ અને બીજા અન્ય કટ સીન સાથે જોવાનો અનુભવ જ અલગ હશે. એ પણ ખાસ ત્યારે કે જ્યારે આપણે આ ફિલ્મના બે iconinc કેરેટકટર અસરાની અને ધર્મેન્દ્રને હમણાં જ વિદાય આપી છે.