Advertisement

જૂનાગઢમાં ફેમસ ઈન્ફ્લુએન્સર બાબા લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો, ગેરકાયદે હથિયારોનો કાળો ખેલ બહાર

જૂનાગઢમાં ફેમસ ઈન્ફ્લુએન્સર બાબા લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો, ગેરકાયદે હથિયારોનો કાળો ખેલ બહાર

જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડાવાનો સિલસિલો યથાવત છે, જેમાં એસઓજી દ્વારા એક ફેમસ ઈન્ફ્લુએન્સર ‘બાબા’ને લોડેડ દેશી પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને પોલીસની કાર્યવાહી ફરી એકવાર ચર્ચામાં આવી છે.

માહિતી મુજબ, એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મજેવડી ગેટ નજીક સોનરખ નદી કાંઠે વોચ ગોઠવીને આરોપી શબ્બીર મહમદ શેખ ઉર્ફે બાબાને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે દબોચી લઈ તેની પાસેથી લોડેડ પિસ્ટલ કબજે કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ આ હથિયાર તેને અન્ય એક શખ્સ દ્વારા રાખવા માટે આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 90 દિવસમાં જૂનાગઢ પોલીસ દ્વારા 10 જેટલા ઈસમોને હથિયારો અને 100થી વધુ કારતુસ સાથે પકડી પાડવામાં આવ્યા છે, જે શહેરમાં વધતા ગુનાખોરીના સંકેતો આપી રહ્યું છે.

Advertisement