Advertisement

જુનાગઢના ભવનાથ મેળાને મળશે ભવ્ય સ્વરૂપ: કેબિનેટ બેઠકમાં પવિત્ર શિવરાત્રી મેળાના આયોજન માટે લેવાયો મહત્વનો નિર્ણય

જુનાગઢના ભવનાથ મેળાને મળશે ભવ્ય સ્વરૂપ: કેબિનેટ બેઠકમાં પવિત્ર શિવરાત્રી મેળાના આયોજન માટે લેવાયો મહત્વનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ બેઠકમાં આગામી વિધાનસભાના બજેટ સત્રની પૂર્વ તૈયારીઓ, ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયો, તેમજ રાજ્યમાં યોજાનારા ધાર્મિક ઉત્સવોની વ્યવસ્થાઓ સહિતના અનેક મહત્વના નીતિગત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસ અને સુશાસનને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


બેઠકના પ્રારંભમાં 16 ફેબ્રુઆરીથી શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્ર અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. નાણાં વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં મનોમંથન થયું હતું. નોંધનીય છે કે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 17 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરનાર છે. આ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ સરકારી વિધેયકો, નીતિગત સુધારાઓ અને વિકાસલક્ષી યોજનાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેથી સત્ર સરળ અને પરિણામલક્ષી રીતે આગળ વધે.


Advertisement