ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વતની અને હાલ સુરતમાં રહેતા જીતેન્દ્રભાઈ મગનભાઈ બલદાણીયાની વારસાગત સંયુક્ત માલિકીની જમીન પર ત્રણ ઈસમોએ ગેરકાયદેસર કબજો કરી લેન્ડ ગ્રેબિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખાતા નંબર 1218ના સર્વે નંબર 144 પૈકી 3ની કુલ 0-65-76 હેક્ટર જમીન જીતેન્દ્રભાઈ, તેમની માતા, બહેન અને ભાઈઓની સંયુક્ત માલિકીની છે. આરોપી નાગજી જીથરભાઈ બલદાણીયા, મોહન રાઘવભાઈ બલદાણીયા અને ભરત ભુપતભાઈ બલદાણીયાએ આ જમીનમાંથી આશરે 0-22-59 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરીને ખેતી કરી ખેત ઉપજ મેળવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જીતેન્દ્રભાઈએ ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 🚨
જમીન કબજાનો કૌભાંડ: 3 ઈસમોએ યુવાનની જમીન પચાવી કરી લેન્ડ ગ્રેબિંગ