Advertisement

જેનો ડર હતો એ જ બન્યું! ભારતના ગેસ સપ્લાયના સ્ત્રોત પર ઈરાનનો મિસાઈલ હુમલો, ઊર્જા સુરક્ષા પર મોટો ખતરો

જેનો ડર હતો એ જ બન્યું! ભારતના ગેસ સપ્લાયના સ્ત્રોત પર ઈરાનનો મિસાઈલ હુમલો, ઊર્જા સુરક્ષા પર મોટો ખતરો
  1. ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધે ખતરનાક વળાંક લીધો છે, જેમાં હવે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિશાન બન્યું છે. ઈરાને કતારના મહત્વના રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી પર મિસાઈલ હુમલો કરીને વૈશ્વિક ગેસ સપ્લાયને ઝટકો આપ્યો છે.

  2. આ હુમલાને કારણે કતારના LNG પ્લાન્ટમાં આગ લાગી અને ઉત્પાદન અસ્થાયી રીતે બંધ કરવું પડ્યું છે, જેના કારણે વૈશ્વિક ગેસ બજારમાં અસ્થિરતા વધી છે.

  3. ભારત માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે કારણ કે દેશ પોતાની લગભગ 47% ગેસ જરૂરિયાત કતાર પાસેથી પૂરી કરે છે. સપ્લાયમાં ખલેલ કે કિંમતોમાં વધારો થાય તો LPG સિલિન્ડર મોંઘા થવાની શક્યતા છે.

  4. સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને કારણે ભારતીય જહાજો પણ ફસાયા છે, જે ઊર્જા પુરવઠા માટે જોખમરૂપ છે. લાંબા ગાળે યુદ્ધ ચાલુ રહેશે તો ભારતને મોંઘા ભાવે વિકલ્પિક સ્ત્રોતોથી ગેસ ખરીદવો પડી શકે છે.

Advertisement