Advertisement

જામીન પર છૂટ્યા બાદ ફરાર આરોપી ઝડપાયો, ખંભાત સીટી પોલીસે કરી મોટી કાર્યવાહી

જામીન પર છૂટ્યા બાદ ફરાર આરોપી ઝડપાયો, ખંભાત સીટી પોલીસે કરી મોટી કાર્યવાહી

અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરાર જાહેર કરાયેલા આરોપીને ખંભાત સીટી પોલીસે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કામગીરી અંતર્ગત ખંભાત સીટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ ફરાર આરોપી જમશેદખાન જોરાવરખાન પઠાણ ખંભાત ખાતે પોતાના રહેણાંક મકાનમાં છુપાયો હતો, જેના આધારે પોલીસે તાત્કાલિક દબિશ આપી તેને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું, જેમાં પોલીસ સ્ટાફે સંયુક્ત કામગીરી કરી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

Advertisement