Advertisement

ઈરાન યુદ્ધનો મોટો ફટકો: ભારતીય વેપારીઓને 5,000 કરોડનું નુકસાન

ઈરાન યુદ્ધનો મોટો ફટકો: ભારતીય વેપારીઓને 5,000 કરોડનું નુકસાન

ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધની અસર હવે ભારતીય બજાર પર સ્પષ્ટ દેખાવા લાગી છે, જેમાં નાના વેપારીઓને અંદાજે ₹5,000 કરોડનો મોટો ફટકો પડવાનો અનુમાન છે. કાચા માલના ભાવમાં તેજી આવતા સોય, ડ્રાયફ્રુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ અને તબીબી સાધનો સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે, જેના કારણે મોંઘવારીનો સીધો માર સામાન્ય લોકો પર પડશે. ખાસ કરીને દવા ઉદ્યોગમાં કાચા માલ જેમ કે કેમિકલ્સ, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમના વધતા ભાવને કારણે પેરાસિટામોલ, એન્ટિબાયોટિક્સ અને સર્જિકલ પ્રોડક્ટ્સના ભાવમાં 20થી 25 ટકા સુધી વધારો થઈ શકે છે, જેનાથી દેશભરમાં મેડિકલ ખર્ચ પણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement