1️⃣ મિડલ ઈસ્ટમાં અમેરિકાની મોટી સૈન્ય તૈનાતી
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકન નેવીએ મિડલ ઈસ્ટમાં પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે. જાપાનથી અમેરિકાનું શક્તિશાળી યુદ્ધજહાજ ‘USS Tripoli’ હજારો મરીન સૈનિકો સાથે ઈરાન તરફ આગળ વધી રહ્યું છે.
2️⃣ આધુનિક યુદ્ધજહાજ અને સૈનિકોની તાકાત
લગભગ 45,000 ટન વજન ધરાવતું અને અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘USS Tripoli’ લાઈટનિંગ કેરિયર તરીકે ઓળખાય છે. આ જહાજ પર 2,500થી વધુ મરીન સૈનિકો તૈનાત છે અને તે F-35B સ્ટેલ્થ ફાઈટર જેટ્સ સાથે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
3️⃣ અમેરિકાના ત્રણ શક્તિશાળી જહાજોની તૈનાતી
મિડલ ઈસ્ટમાં પહેલેથી જ ‘USS Abraham Lincoln’ અને ‘USS Gerald R. Ford’ જેવા મોટા યુદ્ધજહાજ તૈનાત છે. હવે ‘USS Tripoli’ના આગમન સાથે આ વિસ્તારમાં અમેરિકાની હવાઈ અને દરિયાઈ તાકાત વધુ મજબૂત બની છે.
4️⃣ હોર્મુઝ સ્ટ્રેટને કારણે વધ્યો તણાવ
આ સૈન્ય તૈનાતી પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જેવા મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાની ધમકી છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા તેલનો પુરવઠો પસાર થાય છે. આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક તેલ બજાર અને ઊર્જા સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે.