Advertisement

ઈન્દોર બાદ દિલ્હીમાં અગ્નિકાંડ, 4 માળની ઈમારતમાં આગથી એક જ પરિવારના 6ના મોત

ઈન્દોર બાદ દિલ્હીમાં અગ્નિકાંડ, 4 માળની ઈમારતમાં આગથી એક જ પરિવારના 6ના મોત

દિલ્હીના પાલમ વિસ્તારના સાધ નગરમાં બુધવારે વહેલી સવારે રહેણાંક ઈમારતમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સવારે આશરે 7 વાગ્યે લાગેલી આ આગ જોતજોતામાં વિકરાળ બનતાં આખું મકાન ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા જ 30થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી, છતાં સાંકડી ગલીઓ અને ઘીચ વસાહતને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ફાયર ટીમે મળીને અનેક લોકોને બહાર કાઢ્યા હતા, જ્યારે ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ શોર્ટ સર્કિટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.