હવે શિક્ષકોના નામ આગળ પણ જોવા મળશે એક ખાસ ઓળખ... Tr!

હવે શિક્ષકોના નામ આગળ પણ જોવા મળશે એક ખાસ ઓળખ... Tr!

ડૉક્ટરના નામ આગળ Dr...

પ્રોફેસરના નામ આગળ Prof...

અને હવે શિક્ષકોના નામ આગળ પણ જોવા મળશે એક ખાસ ઓળખ... Tr! 👩‍🏫🔥

હા, હવે શિક્ષકો માત્ર શિક્ષક તરીકે નહીં, પરંતુ પોતાના નામની આગળ ‘Tr’ ટાઇટલ લગાવીને નવી ઓળખ સાથે ઓળખાઈ શકશે!

કર્ણાટક સરકારે શિક્ષકોના સન્માનમાં એક ખાસ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ડૉક્ટર માટે ‘Dr’ અને પ્રોફેસર માટે ‘Prof’ની જેમ હવે શિક્ષકો માટે ‘Tr’ ટાઇટલના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.

એટલે હવે કોઈ શિક્ષકનું નામ માત્ર રમેશ પટેલ નહીં, પરંતુ Tr. રમેશ પટેલ તરીકે પણ લખી શકાશે.

સરકારના આ નિર્ણયને શિક્ષક વ્યવસાયના સન્માન અને ગૌરવ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

કારણ કે સમાજમાં ડૉક્ટર જીવન બચાવે છે,

પ્રોફેસર ઉચ્ચ શિક્ષણ આપે છે,

પણ શિક્ષક એ વ્યક્તિ છે જે ભવિષ્ય ઘડે છે! ✍️📚

અને કદાચ એટલા માટે જ Teachers Day 2026 પર કર્ણાટક સરકારે શિક્ષકોને માત્ર શુભેચ્છા નહીં, પરંતુ એક નવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે.

હવે જોવાનું એ રહેશે કે...

શું કર્ણાટક બાદ દેશના અન્ય રાજ્યો પણ શિક્ષકોને ‘Tr’ ટાઇટલ આપવાની દિશામાં આગળ વધશે?

કારણ કે...

જે હાથ પેન પકડીને બાળકોને લખતા શીખવે છે, એ જ હાથ દેશનું ભવિષ્ય લખે છે! 🇮🇳📚🔥