હરિયાણામાં રાજ્યસભા ચૂંટણીમાં ભારે રાજકીય નાટક વચ્ચે કોંગ્રેસનો ઉમેદવાર નાજુક અંતરથી જીત્યો છે. કોંગ્રેસ પાસે કુલ 37 ધારાસભ્યો હોવા છતાં 4 મત અમાન્ય જાહેર થયા અને 5 ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે માત્ર 28 મત જ બચ્યા હતા. આ પરિસ્થિતિમાં પણ ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર માત્ર 0.66 મતથી પરાજિત થયો, એટલે કે એક મતથી પણ ઓછા અંતરે કોંગ્રેસે જીત મેળવી. નોંધનીય છે કે આ સીટ જીતવા ભાજપે ગુજરાતમાંથી હર્ષ સંઘવીને જવાબદારી સોંપી હતી, છતાં પરિણામ કોંગ્રેસના પક્ષમાં ગયું છે.
હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં રોમાંચક ટ્વિસ્ટ: ક્રોસ વોટિંગ છતાં કોંગ્રેસની નાજુક જીત, ભાજપ ઉમેદવાર માત્ર 0.66 મતથી હાર્યો