હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મહેસાણા ફૂડ વિભાગે સિનેમાઘરોમાં પણ ખાદ્યસામગ્રીની તપાસ શરૂ કરી છે.
મહેસાણા ફૂડ વિભાગની ટીમે વાઈલ્ડ એંગલ સિનેમા ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચોંકાવનારી બાબતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.
તપાસ દરમિયાન સિનેમાઘરમાં જીવાત જોવા મળી હોવાનો ખુલાસો થયો છે. જેના કારણે સિનેમાઘરોમાં દર્શકોને આપવામાં આવતી ખાદ્યસામગ્રીની સ્વચ્છતા અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સામાન્ય રીતે લોકો ફિલ્મ જોવા જાય ત્યારે પોપકોર્ન, હોટકોર્ન બાઉલ સહિતની વિવિધ ખાદ્યસામગ્રી ખરીદતા હોય છે. ત્યારે સવાલ એ છે કે દર્શકોને આપવામાં આવતું આ ફૂડ ખરેખર સ્વચ્છ અને સુરક્ષિત છે કે નહીં?
હવે ફૂડ વિભાગની આ કાર્યવાહી બાદ સિનેમાઘરોમાં ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને હાઈજિનના નિયમોનું કેટલું પાલન થાય છે, તેના પર પણ સવાલો ઊભા થયા છે.
આ મામલે ફૂડ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું મહત્વનું રહેશે.