1️⃣ અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક બનતાં અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠા પર આવેલા મિસાઈલ ઠેકાણાઓ પર 5000 પાઉન્ડના શક્તિશાળી ‘બંકર બસ્ટર’ બોમ્બથી મોટો હુમલો કર્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ મુજબ આ હુમલામાં ઈરાનના એન્ટિ-શિપ મિસાઈલ બેઝને નિશાન બનાવી તબાહ કરવામાં આવ્યા છે, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે ખતરો માનવામાં આવતો હતો.
2️⃣ હોર્મુઝની સુરક્ષા માટે કાર્યવાહી
આ કાર્યવાહી હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી હોવાનું જણાવાયું છે, કારણ કે વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઈલનો પુરવઠો આ માર્ગેથી પસાર થાય છે. આ હુમલાથી વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે.
3️⃣ સાથી દેશોના ઇનકારથી ટ્રમ્પ નારાજ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધમાં નાટો અને અન્ય સાથી દેશોની મદદ માંગતા તેઓએ જોડાવાનો ઇનકાર કર્યો છે. જેના કારણે ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી તેમને ‘અહેસાન ફરામોશ’ ગણાવ્યા અને કહ્યું કે અમેરિકા એકલું આ લડાઈ લડી રહ્યું છે.
4️⃣ નાટો છોડવાની ચીમકી અને વૈશ્વિક અસર
સાથી દેશોના વલણથી નારાજ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાની ચીમકી આપી છે, જોકે કાયદાકીય રીતે આ નિર્ણય સરળ નથી. યુદ્ધ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને તેની અસર વૈશ્વિક અર્થતંત્ર તથા ઊર્જા બજારો પર સ્પષ્ટ જોવા મળી રહી છે.