અર્બન ગુજરાત: હોળીનો તહેવાર એટલે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક. વર્ષ 2026માં હોલિકા દહનનો પર્વ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, હોલિકા દહનની રાત 'સિદ્ધિની રાત' ગણાય છે. આ રાત્રે કરવામાં આવેલા કેટલાક સરળ ઉપાયો તમારા જીવનમાંથી આર્થિક તંગી, બીમારી અને નકારાત્મક ઉર્જાને હંમેશ માટે દૂર કરી શકે છે.
હોલિકા દહન 2026: શુભ મુહૂર્ત અને તારીખ
આ વર્ષે હોલિકા દહન 3 માર્ચ, 2026 (મંગળવાર) ના રોજ ઉજવવામાં આવશે.
હોલિકા દહન મુહૂર્ત: સાંજે 06:47 વાગ્યા પછી (ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ) પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે.
નોંધ: આ દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સૂતક કાળનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.
નસીબ ચમકાવવા માટે કરો આ ખાસ ઉપાય:
1. આર્થિક તંગી દૂર કરવા માટે:
જો તમે દેવામાં ડૂબેલા હોવ અથવા વેપારમાં નુકસાન થતું હોય, તો હોલિકા દહનની રાત્રે એક સૂકા નારિયેળમાં ગોળ અને અળસી ભરી લો. તેને સળગતી હોળીના અગ્નિમાં અર્પણ કરો. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન આવવાના નવા માર્ગો ખુલે છે.
2. ખરાબ નજર અને નકારાત્મકતા દૂર કરવા:
ઘરમાં વારંવાર કલેશ રહેતો હોય તો હોલિકા દહન પછી તેની રાખ (ભસ્મ) ઘરે લાવો. આ રાખને ઘરના મુખ્ય દ્વાર પર છાંટવાથી અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
3. સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે:
જો પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય, તો હોળીની અગ્નિની 7 પરિક્રમા કરી તેમાં પીળી સરસવ અને લવિંગ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે હોળીનો ધુમાડો અને તાપ શરીરના રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે.
4. નોકરીમાં પ્રગતિ માટે:
હોલિકા દહન સમયે પૂજામાં નાળિયેર અને પાન અર્પણ કરો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. બીજા દિવસે સવારે હોળીની રાખનું તિલક કરીને ઘરની બહાર નીકળવાથી કાર્યમાં સફળતા મળે છે.
હોલિકા દહન વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખશો:
પરિક્રમા કરતી વખતે હંમેશા ઉઘાડા પગે રહેવું.
હોળીમાં ઘઉંની ડુંડીઓ, ચણા અને મકાઈ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે.
ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ કાળ દરમિયાન મૂર્તિ પૂજા ટાળવી અને ગ્રહણ બાદ જ દાન-પુણ્ય કરવું.